વાસ્તવિકતાની ઓળખાણ શું છે? કોઈ ને ખબર છે? શું ખાલી ઘર માંડવુ, રોજ ના કામ કરવા, ખાવું, પીવુ, સૂઈ જવું એજ વાસ્તવિકતા છે? શું લોકોના વ્યવહાર, લોકોની પહેચાન, લોકો સાથેના સંબંધો એ જ વાસ્તવિકતા છે? હું ગરીબ છું, હુ અમીર છું, હું લાચાર છું, હું મજબૂત છું, હું ભાઈ છું, હું બહેન છું, હું ડૉક્ટર છું, શું એ જ વાસ્તવિકતા છે? રોજ બરોજના જીવનમાં જે પળ વ્યતિત કરીએ છે, શું એ વાસ્તવિકતા છે? કોઈએ મારી સાથે આ વ્યવહાર કર્યો, મેં શું કર્યું એ હું ભૂલી ગયો, શું આજ સહુની હકીકત છે? મોડું વહેલું હું મંદિરે ગયો, ક્ષણ બે ક્ષણ માટે પ્રભુને યાદ કર્યા, શું એ જ મારી જિંદગી છે? આજે બાળક છું, કાલે જુવાન છું, પછી ઘડપણ છે અને પછી મરી જઈશું. આજ શું જીવનનું સરનામું છે? બાળકો થશે તો મા-બાપ ને ભૂલશું, બાળકો મને ભૂલશે તો દુઃખમાં શું જીવનને કોસશું, શું આજ જીવનનો રંગ છે? અંગેઅંગમાં હું ભરમાએલો છું છતાં આને જ હકીકત માનું છું. કોઈના મરણ પર ક્ષણ બે ક્ષણનો વૈરાગ્ય જગાડુ છું, શું આજ મારી હકીકત છે? કેમ હું પોતાને ઓળખતો નથી, કેમ હું પોતાનો જ મિત્ર નથી? શું મારી પાસે સમય નથી? શું મને મારા જ માટે સમય નથી? કે પછી મને સમય કાઢવો નથી? કારણ કે એ મને મનોરંજન આપતું નથી, એ મને ગમતું નથી. મોહ મને પ્રિય છે. એ મારી વાસ્તવિકતા છે. જેને હું મારા ગણું છું, એ મારા નથી, એ મને ખબર છે, છતાં એને જ પકડીને હું રહું છું. એક દિવસ બધા બિછડી જશે, એ ખબર છે, છતાં પોતાની જાત સાથે રહેવુ હું શિખતો નથી. આરામ માટે રોજ પ્રયત્ન કરું છું. આજે મહેનત કરું છું ને કાલે આરામ મળશે, પણ આરામ ક્યારેય મળતો નથી. નિવૃત્તિની અભિલાષા રાખું છું, અમર્યાદિત વેકેશન ની કલ્પના કરું છું, તિજોરી પૈસાથી ભરેલી ચાહું છું, પણ છતાં પણ ઇચ્છાપૂર્તિ પછી નવી નવી ઇચ્છાઓ કરું છું. મારી હકીકત એ છે કે કોઈ તૃપ્તિ મને નથી. મારી વાસ્તવિકતા એ છે કે ભવિષ્ય તરફ ભાગું છું, સુખસગવડની ઇચ્છા ધરાવુ છું, મૃત્યુની તો હમણાથી તૈયારી કરું છું. મૃત્યુ પછી શું છે, એની કોઈ ને ખબર નથી, તો શાને એની ચિંતા કરું.
ભૌતિકવાદી છું, સુખ સગવડમાં રહું, એવી કામના કરું છું, અમરતાની શું વાતો કરું. જ્યાં વાનગીઓથી પેટ ભરું છું, હકીકત એ છે કે આ શરીર ને હું-હું માનું છું, એની તકલીફ દૂર કરું છું. શરીર એક દિવસ છોડવું પડશે, એ ખબર છે છતાં પોતાને શરીર માનું છું.
વાસ્તવિકતા એ છે કે હું મને ઓળખતો નથી. વાસ્તવિકતા એ છે કે એની મને તકલીફ નથી. વાસ્તવિકતા એ છે કે એની મને કોઈ ફરિયાદ નથી. ખાલી 70-80 વરસોંની ફિકર છે, એના પછીની કોઈ તૈયારી નથી. વાસ્તવિકતા એ છે કે ટૂંકી દૃષ્ટિવાળો છું, પરિવારમાં મોહિત છું, સંસાર ને જ મારો કૂવો માનું છું. આખા સમુદ્રની મને પહેચાન નથી. મારા જ નાના વિચારોને મહાન માનું છું. આનો શું ઉપાય છે? કોઈ કહેશે તો કંઈક ફરક પડશે? આવુ ક્યારેય થાતું નથી. જ્યાં સુધી અંતરમાંથી આ અજ્ઞાત અવસ્થાની તકલીફ નહીં થાય, ત્યાં કાંઈ ફરક પડતો નથી. અને એ ક્યારે થશે? જ્યારે એના પર વિચાર કરશું, not for curiosity sake but a true genuine desire to know reality, ત્યારે અંદરથી એક નવી દુનિયા દેખાય છે, પ્રભુના થોડો થોડો અણસાર મળે છે, નવા નવા ચમત્કારો થાય છે, એક નવી સૃષ્ટિ દેખાય છે, કૂવામાંથી સમુદ્ર શું છે એ સમજાઈ છે. એ પરિવર્તન થાય છે, કે બહારી દુનિયા ફેક બનાવટી લાગે છે, અંતરની દુનિયા હકીકત લાગે છે. This is self realization. It is not delusion or hallucination because you are more aware, more awake and more tuned in everything. You are in reality. પછી એ સમજાય છે કે કેમ સંતો કહે છે કે આ જગ સાચું નથી. શું આ સ્થૂળ વસ્તુઓ નથી? એ છે, આ જગ પણ છે, પણ એ મારી મંજિલ નથી. એ મંજિલ છે, જે દેખાતું નથી પણ છતા અંતરના આંખોથી દેખાય છે. એ મંજિલ છે જેને કોઈ આકાર નથી, છતાં અનંત છે, મારી અંદર પણ છે. આ છે સંતોની હકીકત. આ છે એક જાગૃરત માનવીની હકીકત. આ છે મારી હકીકત. આ છે સર્વ પ્રભુમાં લીન થયેલા ભક્તોની હકીકત.
There is no illusion. Illusion lies in your eyes. Through eyes of god, there is only god.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.