કૃષ્ણને ભજવાવાળાને વૈષ્ણવ કહેવાય છે. પણ વૈષ્ણવ શું છે એ તમને ખબર છે? મહાવીરને પૂજવાવાળાને જૈન કહેવાય છે, પણ જૈન એટલે શું એ ખબર છે? હર એક ધર્મના પ્રબોધકને (prophet) ભજવાવાળા પોતાનું એક યુનિક આયડેંટિફિકેશન નંબર (unique identification number) ગોતતા અને આપતા હોય છે. પછી ભલેએ મુસલમાન હોય, ક્રિશ્ચિયન (Christian) હોય, જ્યૂ (jew) હોય, બુદ્ઘિસ્ટ (buddhist) હોય, પારસી હોય કે પછી કોઈ પણ બીજા ધર્મના હોય. એક અનન્ય (unique) વેષભૂષામાં હશે જાણે કે કોઈ ગણવેષ (uniform) છે. એક ખાસ રીતથી પ્રભુનું પૂજન કરશે જાણે કે એ રીતથી પ્રભુ મળશે. એક ખાસ આહાર ખાસે જાણે કે એૅ આહારમાં પ્રભુ વસે છે. ક્રિશ્ચિયન (Christian) વાઈન પીસે તો જૈન એને ધિક્કારસે, મુસલમાન માંસ ખાશે તો વૈષ્ણવ એનાથી દૂર ભાગશે. શું એક ધર્મ સાચો છે અને બીજો ખોટો? શું એક ધર્મમાં જ પ્રભુ મળશે અને બીજા ધર્મમાં નહીં? એવું જ હોત તો બધા સંતો, સિદ્ધો ખાલી એક જ ધર્મમાંથી આવ્યા હોત. એવું તો નથી. બધાજ ધર્મોમાં અનેક જીવો મોક્ષ પામ્યાં. હર એક ધર્મમાં અનગણિત લોકો સંત બન્યા. તો પછી આ ધર્મપાત શું છે? પ્રભુએ તો કોઈ ધર્મપાત કર્યો નથી. હર એક ધર્મ પણ એજ કહે છે કે પ્રભુ એક જ છે. તો શું આ બધું ખોટું છે? ધર્મની સ્થાપના માનવના મનને અનુકુલ
બનાવવામા માટે કરવામાં આવી. કોઈના માટે પ્રભુનું મૂર્તિપૂજનથી પ્રભુમાં એક થવાય છે, તો કોઈ ધર્મમાં એની ઘોર તપસ્યા કરીને એને પમાય છે. હર એક ધર્મ મનની અવસ્થા છે. અગર આજે હું ભક્તિમાં છું, તો હું વૈષ્ણવ છું, અગર આજે હું તપમાં છું તો હું જૈન છું, અગર આજે હું પ્રભુમાં ખોવાએલી છું તો હું મુસલમાન છું, અને અગર હું આજે લોકો ના દુઃખદર્દ દૂર કરવામાં આનંદ લઈ રહી છું, તો હું ક્રિશ્ચિયન છું. મારી વાસ્તવિકતામાં કોઈ ધર્મ નથી, કોઈ જાતપાત નથી. મારી વાસ્તવિકતામાં કોઈ યુનિક આયડેંટિફિકેશન નંબર નથી, કોઈ ખાસ વેષભૂષા નથી. મારી અંદર સર્વ ધર્મ સમાય છે. જ્યારે જેવી મારી અવસ્થા એવો મારો ધર્મ. જ્યાં પ્રભુ કોઈ ધર્મના નથી, તો હું કઈ રીતે કોઈ ધર્મનો થઈ શકું છું. પ્રભુ વૈજ્ઞાનિક છે, તો મારી અંદર પણ એ જ છે. પ્રભુ ધાર્મિક છે તો મારી અંદર પણ એ જ છે. પ્રભુ શાંત અને શિતલ છે તો મારી અંદર પણ એ જ છે. મારા અને પ્રભુ વચ્ચે જ્યાં સુધી અંતર રહેશે ત્યાં સુધી હું પ્રભુથી અલગ રહીશ પણ જ્યારે મારો યુનિક આયડેંટિફિકેશન નંબર ખતમ થશે, ત્યારે હું અમર થઈશ. કેટલાક સંતોનો કોઈ ધર્મ નથી છતાં એમને બધા જ પૂજે છે. શિરડીના સાંઈબાબા લઈએ કે પછી કાશીના કબીર. સ્વયં રામકૃષ્ણ પરમહંસે પણ એજ કહ્યું અને કર્યું કે પ્રભુને પામવા બધા ધર્મના લોકો પામી શકે છે અને છેવટે તો કોઈ ધર્મ નથી હોતો. આ વાદવિવાદનો કોઈ ખેલ નથી. હર એક માનવી જેને ઊઠવું હશે, એણે સમજવું પડશે અને આગળ વધવું પડશે, નહીં તો આપણે ત્યાં ને ત્યાં અટકેલા રહીશું, ત્યાં ને ત્યાં મૂંઝાયેલા રહીંશું, ત્યાં ને ત્યાં એવા ને એવા રહીશું.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.