સમર્થ માનવીને કઈ રીતે ઓળખવાનું?
સમર્થ માનવી એ છે જે પોતાના વિકારોથી પરે છે
સમર્થ માનવી એ છે જે દુઃખોથી પરે છે
સમર્થ માનવી એ છે જે પ્રભુ સાથે એક છે
સમર્થ માનવી એ છે જે કલ્પનાથી ઉપર રહે છે
સમર્થ માનવી એ છે જે દુવિધાથી મુક્ત છે
સમર્થ માનવી એ છે જેને ભરપુર વિશ્વાસ છે
સમર્થ માનવી એ છે જે માર્ગ બીજાને બતાડે છે
સમર્થ માનવી એ છે જે અહંકારને ભૂલે છે
સમર્થ માનવી એ છે જે દ્વાર પ્રભુ ના બતાડે છે
સમર્થ માનવી એ છે જે જીવનમાં પ્રભુમય જીવન જીવે છે
સમર્થ માનવી એ છે જે મંજિલ પામ્યા પછી પાછો આવે છે
સમર્થ માનવી એ છે જેને પ્રભુના ગુપ્ત રહસ્ય ખબર પડે છે
સમર્થ માનવી એ છે જે પ્રેરણા બીજાની બને છે
સમર્થ માનવી એ છે જે બોલ્યા વગર સેવા કરે છે
સમર્થ માનવી એ છે જે સૌના દિલને ગમે છે
સમર્થ માનવી એ છે જે મુશ્કેલી દૂર કરે છે
સમર્થ માનવી એ છે જે વિશુદ્ધતામાં રહે છે
સમર્થ માનવી એ છે જે નિર્ભય જીવન જીવે છે
સમર્થ માનવી એ છે જે નિર્દોશ થઈને રહે છે
સમર્થ માનવી એ છે જે ઇચ્છામુક્ત રહે છે
સમર્થ માનવી એ છે જે ચાલ પ્રભુની ચાલે છે
સમર્થ માનવી એ છે જે દિવ્ય પ્રેમ આપે છે
સમર્થ માનવી એ છે જે ઓછાપણું ત્યજે છે
સમર્થ માનવી એ છે જે જીવનમાં રાહ દેખાડે છે
સમર્થ માનવી એ છે જે પ્રભુની ઓળખાણ કરાવે છે
સમર્થ માનવી એ છે જેને પ્રભુ ગમે છે
સમર્થ માનવી એ છે જે વિશ્વાસ પ્રભુમાં રાખે છે
સમર્થ માનવી એ છે જે સરળતાથી પ્રભુને સ્વીકારે છે
સમર્થ માનવી એ છે જે મૂરઝાએલાને પ્રાણ આપે છે
સમર્થ માનવી એ છે જે સમનો પણ અર્થ સમજાવે છે
સમર્થ માનવી એ છે જે વિશ્વમાં એને જોવે છે
સમર્થ માનવી એ છે જે કલ્યાણ જગનું કરે છે
સમર્થ માનવી એ છે જે શિવનું પ્રતીક છે
સમર્થ માનવી એ છે જે વિશ્વાસે શ્વાસ ભરે છે
સમર્થ માનવી એ છે જે હર કાર્ય પ્રભુનું કરે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.