પૃથ્વી લોકમાં માનવી શા માટે આવ્યો, કોઈએ કંઈ વિચાર કર્યો છે? જેણે પ્રભુને પામવા છે, તે કેમ ભરમાઈ ગયો, કોઈએ એના પર ધ્યાન ધર્યું છે? અગર આ વાતને દિલથી સમજ્યાં હોત તો પ્રભુને પામ્યા હોત, એને મળ્યા હોત. પ્રભુને પામવા સહુથી સરળ અને આસાન છે. આ જીવન જીવવું કઠિન છે પણ પ્રભુમાં શામિલ થવું આસાન છે. જ્યારે આપણા પરદા ઉતરે છે ત્યારે આપણે સરળ બનીએ છીએ અને વિશ્વાસમાં રહીએ છીએ, ત્યારે પ્રભુ મળે છે. જ્યાં આપણે લોકોને પ્રભાવિત કરવા પોતાની જાતને સારા બતાડવા, બુદ્ઘિશાળી બતાડવવા માગીએ છીએ, ત્યારે આપણે ખરેખર બધું ખોઈએ છીએ.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.