દુનિયામાં આ શું થઈ રહ્યું છે, એ કોઈને સમજાતું નથી. એક બાજુ ટ્રંપ આવ્યો તો બીજી બાજુ ભારતમાં રૂપિયાનો દુકાળ પડ્યો. આ શું કળિયુગનો જમાનો છે કે પછી સતયુગ તરફનું આગમન છે, એ કોઈને સમજાતું નથી. વિશ્વાસ અને અંધવિશ્વાસમાં બહુ મોટો ફરક છે, જે વિશ્વાસથી આગલ વધે છે, તેને પોતાની જાત પર કાબૂ છે, સમજણ છે અને સ્થિતિ સમજવાની શક્તિ છે, જે અંધવિશ્વાસથી આગળ વધે છે, તે ભરમાય છે, આંદોલન કરે છે અને અયોગ્ય વર્તન પર ઉતરે છે. આવી પરિસ્થિતિ જગમાં વારંવાર આવી છે, અને જ્યારે પણ આ પરિસ્થિતિ આવી છે ત્યારે યુદ્ઘ થયા છે. લોકોનું બલિદાન લેવાયું છે, અને પરિણામ ભયંકર આવ્યા છે. આ જ સદીમાં વિશ્વયુદ્ધ થયા. એક હિટલરને જ્યારે દુનિયા પર રાજ કરવું હતું અને એક જ્યારે અમેરિકાને વર્ચસ્વ સ્થાપવું હતું. એ બેવ યુદ્ધમાં બલિદાન નિર્દોશ અને લાચાર લોકોએ આપ્યું છે. યુદ્ઘ પછીની શાંતિ એ દેશોને આગળ તરફ લઈ ગયા. જે પણ પ્રદેશ એમાં જીત્યોં કે હાર્યો, તે આગલ જ વધ્યું છે. ભલે એ પછી અમેરિકા હોય કે જર્મની કે જપાન. પણ બહુ મોટા બલિદાન પછી દેશ આગળ વધે છે. યુદ્ધ કરવાવાળા ખતમ પણ થઈ જાય છે, તેમને ઇતિહાસ કોસે પણ છે અને આવા નિર્ણયને તે ધિક્કારે છે, પણ આનું નિર્માણ તો અપાર્થિવ વિશ્વમાં (એસ્ટ્રલ વર્લ્ડ) જ થઈ જાય છે. જ્યારે અતિ પર અત્યાચાર થાઈ છે, ત્યારે આવું ભયંકર નિર્માણ થાય છે. એમાં ઈશ્વર પણ હસ્તક્ષેપ નથી કરતો. જે યુદ્ધ અને યુગ પરિવર્તન થાય છે, તે તેને થવા દે છે. એમ ન માનો કે કુદરતનો સાથ છે, પણ એમ માનો કે કુદરત નિયમોથી લાચાર છે.
આ પરિસ્થિતિમાં બેરોજગારી વધશે, લૂટ ફાટ વધશે, સોચમાં કલંક આવશે અને ધન પાછળ વધુ લોકો ભાગશે. સમસ્યાનો હલ વર્ષો સુધી નહીં મળે અને કાળા ધનને સફેદ કરવાની તરકીબો સફળ થશે. માંગણી લોકોની હજી વધશે અને સમય અનુસાર ફરી પાછું એવું ને એવું જ થાશે. જે દુર્ઘટના ટાળવાની કોશિશ આટલા વર્ષોથી મારી હતી તે હવે લોકોના કર્મોરૂપી એમની સામે આવીને ઊભી છે. આમાં અત્યાચારથી કર્મો બળશે અને કર્મોના બળવાના તાપથી આગળ વધાશે. આ પરિસ્થિતિથી કોઈ આગળ નથી વધતું પણ ખાલી કર્મો બાળવાથી આગળ વધાય છે. આ મારો અભિપ્રાય છે, મારો સંદેશ છે, મારી હકીકત છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.