જગતકલ્યાણ બલિદાન માગે છે, પોતાની જાતને ભુલાવવાની પ્રક્રિયા માગે છે
બીજાને પોતાના બનાવવાની ભાવના માગે છે, પોતાની સુખસુવિધાનું બલિદાન માગે છે
માર્ગદર્શક બનવાની તમારી પાસે તૈયારી માગે છે, તમારો સાથ આપવાની પ્રતીજ્ઞા માગે છે
બીજ વાવીને તેનું પોષણ માગે છે, તમારી નીંદર અને વિચાર બીજા માટે માગે છે
ફિકર બીજાની માગે છે, પોતાને પરમ મહત્વ ન આપવાની લાયકાત માગે છે
પ્યારથી આપવાની ભાવના માગે છે, ભૂલોને સુધારીને એનું કલ્યાણ કરવાનું આશ્વાસન માગે છે
આનંદ એનો તમને અમૂલ્ય મળે છે, તમને તમારી જાતથી ઓળખાણ કરાવે છે
પૂર્ણતા તરફ તમારો પ્રયાણ કરાવે છે, પ્રભુના કાર્યમાં તમારો સહારો માગે છે
પ્રભુ અને તમારામાં અંતર મિટાવે છે, અંદરથી તમારી જાતથી મળાવે છે
પ્રભુપ્રેમમાં તમને સતત રમાડે છે, હર જીવમાં પ્રભુનાં દર્શન કરાવે છે
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.