વિશ્વયુદ્ધ-3 નું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. દેશોના પ્રવાહ બદલાઈ ચૂક્યાં છે. લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ચૂકી છે અને આડંબર અને તૃષ્ણાનો જમાનો આવી ચૂક્યો છે.
આવા માહોલમાં કોઈ માનવીનો વિશ્વાસ કરતો નથી. એવા સમયમાં કોઈનું બલિદાન સમજાતું નથી. પીડા લોકોની સમજાતી નથી અને લોકોની વૃત્તિ હાયના (માંસાહારી કૂતરાને મળતું જંગલી પ્રાણી) જેવી થઈ ગઈ છે - વિચિત્ર, નાલાયક અને ભાવરહિત. યુદ્ધ ખાલી હથિયારથી જ થાય એવું નથી, પણ યુદ્ધ શબ્દોથી, ઇન્ટરનેટથી, પ્રદૂષણથી, રાસાયણથી અને મનના વિચારોથી છે. આમાં ટ્રમ્પ
ઘણું-ઘણું ખોશે, ઘણા માર ખાશે અને અનાર્ય વર્તન કરશે કારણ કે એને એ જ આવડે છે, એને એ જ સમજાય છે.
આ યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી. હજારોની સંખ્યામાં લોકો મરશે, આમાં ભારતને પણ અસર થશે. લોકોમાં લૂંટફાટ વધશે, જગત કલિયુગથી મહાકલિયુગમાં પ્રવેશ કરશે. આ માહકાલના દ્વારામાં ખાલી એ ભૈરવ જ રક્ષા કરી શકશે.
તૈયારી કોઈની નથી, મુશ્કેલી કોઈ નથી. ખાલી વૈરાગ્યનો જમાનો રહેશે પણ એવો વૈરાગ્ય જ્યાં પ્રભુ નહીં હોય; ખાલી હત્યા, મૃત્યુ, આંસુ અને મોહ છૂટવાના આંસુ હશે.
આવો જમાનો દૂર નથી, આવું મૃત્યુ દૂર નથી, આવી ઇચ્છા મારી નથી. છતાં આ બધું થઈને રહેશે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.