ખરાબ સમય આવવાનો છે. યુદ્ધનું એલાન થઈ ચૂક્યું છે. આ જગમાં ઘણો શોર થશે. આ જગમાં ઘણી મારામારી થશે. જે દેશો અમીર છે એ ગરીબ બનશે અને જે દેશો છળકપટથી છે એ તો નષ્ટ થશે. ભારતમાં પણ યુદ્ધની અસર થશે. ગરીબીમાં એ પ્રવેશ કરશે. લોકો સત્યને પોકારશે અને સત્ય તરફ ચાલવાનો પ્રયત્ન કરશે. દેશવિદેશના ભાવો ખતમ થશે અને ગેર પરાયાના દ્વેષ મટશે. જોકે આ બધું એક બહુ મોટું ભયાનક યુદ્ધ થયા પછી થશે. લોકોના વચનો કોઈ ના માનશે અને લૂંટફાટ બહુ વધશે. જાગ્રત કરું છું તમને કે હવે એ સમય દૂર નથી. રાસાયણિક શસ્ત્રોથી
(chemical weapons) લોકોને મારવામાં આવશે અને જૈવિક યુદ્ધ (biological warfare) થી યુદ્ધ રમાશે. આ જગ રાક્ષસોના હાથમાં હમણાં છે અને આ જગ રાક્ષસોથી હવે હલશે. આ દુનિયાનો ક્રમ છે અને એને કોઈ બદલી શકતું નથી. કોઈ કેટલા પણ પ્રયત્ન કરશે, પણ એને બદલી નથી શકતું. ઘણાં શહેરો ખતમ થશે અને ઘણા લોકોનો ભાર ધરતી પરથી ઓછો થશે. પરમાણુ શસ્ત્રોથી (Nuclear weapons) શરૂઆત થશે અને અમેરિકા પણ નહિં બચે. જ્યાં લોકો નિશ્ચિંત છે ત્યાં લોકો ડરશે અને જ્યાં સહુથી વધારે આતંકનો ભય છે એ દેશ મુક્ત થશે. આ વાતો ભયંકર છે પણ ભયાનક તમારા માટે નથી. જે મારા શરણમાં છે, એના માટે આ ભયાનક નથી. શાંતિની સ્થાપના કરવા માટે આ જરૂરી છે. જ્ઞાન સમજાવવા આ જરૂરી છે. શાંત થઈને રહેવું એ આ જગનો ધર્મ છે અને જે અધર્મના માર્ગ પર આ જગ ચાલી રહ્યું છે એનો નાશ કરવો અતિ આવશ્યક છે. સમર્થતા સમર્થતા એ છે કે લોકો બદલે અને શુધ્ધ વિચાર એ છે કે લોકો આગળ વધે પણ એના માટે યુદ્ધ તો આવશ્યક છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.