આવવાવાલો સમય ખતરનાક છે, પ્રેમની ગલીઓમાં સંકડાશ છે, દિવ્ય અનુભવોનો સંઘર્ષ છે અને ધાર્મિક પ્રથાઓનો નાશ છે. આ નવા વર્ષમાં ઘણા સ્થપાએલા રીત રિવાજોનો નાશ થશે, ઘણા દેશોનો નાશ થશે અને ઘણી જવાબદારીની ઈંટ ગોઠવાશે.
આ ધરતી પરથી ઘણા જીવોનો બોજ ઓછો થશે, સંઘર્ષ તો હર એક જીવનમાં આવશે અને નવા યુગનું આગમન થશે હવે ઘણા લોકોને એતરાજ (Problems) આવશે અને દુનિયામાં માનહાની ખૂબ વધશે, આમાંથી હર કોઈને પસાર થવું પડશે જે ઈશ્વર સાથે જોડાએલા રહેશે તેમને કાંઈ નહીં થાય. middle east થી આ યુદ્ધ હવે દેશ-વિદેશમાં પહોંચશે અને આનાથી ઘણા દેશો ગરીબ થશે મુશ્કેલીમાં ઘણા દેશો આવશે અને અંતરમાંથી તેમની પુકાર નિકળશે પણ કોઈ કાંઈ નહીં કરી શકે કારણ કે કર્મોનાં ખેલ સામે હર કોઈ લાચાર છે, હર કોઈના હાથ બંધાયેલા છે.
જે માયામાં છે તે પ્રભુને ગોતશે અને જે કાયામાં રમે છે, તે સાચા પ્રેમને ગોતશે હર એકને પ્રભુ પાસે આવવુ જ પડશે બીજો કોઈ રસ્તો જ નથી.
ઈશ્વરની શક્તિ એવી છે કે કૃપા પણ વરસાવી શકે છે અને બધું ખતમ પણ કરી શકે છે, કોણ કૃપાના પાત્ર બનશે અને કોણ ખતમ થશે એ તો કર્મોના આઘારિત છે, જેની જેવી મતિ તેની તેવી ગતિ, આજની તારીખમાં કહેવું અને સમજવું એ મુશ્કેલ છે અસંભવ નથી.
કહો તો આ અનોખી વાત છે. દિલની વાતની ગહેરાઈ છે, બલિદાનની મુલાકાત છે અને જીવનની હકકીત છે artificial intelligence નો જમાનો છે એ વિશ્વનો ધ્યાનનો જમાનો છે artificial intelligence એક એવું સાધન છે જેનાથી જીવન સરળ તો બને છે પણ ચેતના જાગૃત નથી થતી. Artificial- intelligence ક્યારે પણ Supreme intelligence થી આગળ નહીં વધી શકે એ સિમિત બુદ્ધિ થી બનાવામાં આવ્યુ છે એટલે એ અસીમિતતાને પાર નહીં કરી શકે એટલે artificial intelligence વધારે ચાલશે નહીં, મનુષ્યમાં જ જ્યારે ચેતના જાગૃત થાય છે ત્યારે પરમ intelligence નું આગમન થાય છે અને એની શક્તિ લાખો સૂર્યથી પણ તેજ અને શક્તિશાળી હોય છે આવા પરમ intelligence ની ચેતના તારી અંદર જાગૃત થઈ ચૂકી છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.