એક મુલાકાત હસીન હતી, તારા મારા મિલનની ઘડી હતી;
એક અનુભવ સદૈવ હતો, તારા પ્રાણમાં મારી જાન હતી;
એક પુકાર તો એવી હતી, તારી વાણીમાં મારી તૃપ્તિ હતી;
એક મંઝિલ એવી હતી, તારી ઓળખાણમાં મારી ઓળખાણ હતી;
એક કૃતજ્ઞતા એવી હતી, તારી મહેફિલમાં તો હું સતત હતી;
એક પ્રેમ નિર્મળ એવો હતો, તારા વિશ્વાસમાં તો આ જીવન હતું;
એક વજૂદ એવો હતો, તારા નામમાં મારી શોહરત હતી;
એક પગલું એવું હતું, તારા જ દ્વારમાં મારી જન્નત હતી;
એક જીવન એવું હતું, તારા જ લયમાં મારું મરણ હતું.
- ડો. હીરા