જીવન ચાલે, જીવન પ્રસરે, જીવન જીવ્યા કરીએ;
સવારથી સાંજ આપણું કાર્ય કર્યા કરીએ .
ભોજન, ભજન બસ લોકોને પીરસ્યા કરીએ;
પૈસા રૂપિયા પાછળ આપણે દોડ્યા કરીએ.
હર એક દિવસ આમ જ પસાર કર્યા કરીએ;
આખર આપણે જીવન કેમ આમ જીવ્યા કરીએ.
શું પામશું, શું મતલબ આ જીવનનો, વિસર્યા કરીએ;
મરણ સુધી ખાલી શરીરનું ધ્યાન રાખ્યા કરીએ.
મનમાં ના કોઈ વિચાર, ના કોઈ દ્રષ્ટિ, આમ જ ચાલ્યા કરીએ.
અંતે આપણે જશું, પણ એમને એમ ચાલ્યા કરીએ.
- ડો. હીરા