મને શું જોઈએ, એની મને ખબર નથી;
મારે શું કરવાનું, એ મારે કરવું નથી.
ઇચ્છાઓને મારી પ્રબળ કરું, પ્રભુથી તો દૂર ભાગું;
વાનગીઓમાં મન લલચાય, વિકારોને પોસ્યા કરું.
અવગુણોથી હું ભરપૂર છું, એની મને તકલીફ નથી;
પ્રભુ પાસે માગણીઓ કરું છું, ભિખારી બનીને જીવું છું.
ઉત્તર-દક્ષિણ બધે દર્શન કરું છું, કંઈ મળી જશે એની આશ રાખું છું;
કર્મો નવાં-નવાં કરતો રહું છું, કર્મોથી જ હું પ્રેરિત થાઉં છું.
જીવન-મરણની શું વાતો કરું, જ્યાં જીવનમાં રમવાની ઇચ્છા છે;
પછી શેનો હું ફરિયાદ કરું છું, કે પ્રભુ મારું સાંભળતો નથી.
એવું સાધારણ જીવન જીવું છું, મોક્ષની શું આશ રાખું છું;
જ્યાં આવી સ્થિતિ છે મારી, શાને પ્રભુની પછી આશ રાખું છું.
- ડો. હીરા