નવરાત્રિની રાતો અને નવદુર્ગાના સ્વરૂપ,
નવનાથની વાતો અને વનનિધિના રૂપ,
અમરત્વની કહાની છે અમરપ્રેમની ગાથા છે,
ચોર્યાસી સિદ્ધો અને ચોર્યાસી લાખ યોની,
સપ્તઋષિ અને સાત ચક્રની અનુભૂતિ,
અંતરઆત્માની ઓળખાણ છે અને જીવન-મરણના ખેલ છે,
પાંચ ઈન્દ્રિયો અને પાંચ તત્ત્વનું આ શરીર,
પંચમુખી હનુમાન અને પંચમુખી સદાશિવ,
જ્ઞાન અજ્ઞાનના ભેદ છે, વિશ્વકલ્યાણનું સાઘન છે,
ત્રિપુરા સુંદરી અને ત્રણે લોકની ભવાની,
ત્રણ ગુણો પર રાજ અને દુર્વ્યવહારના નાશની કહાની છે,
અષ્ટભુજા અને અષ્ટવિનાયક,
ચાર દિશા અને ચાર ભુજા,
પથદર્શનના વિનાયક અને ઈશ્વરીય ગુણની કહાણી છે.
- ડો. હીરા