પરમ પ્રેમની પરમ સંગાથ જ્યાં મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ આનંદની પરમ કૃપા જ્યાં મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ વિશ્વાસનો પરમ નશો મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ શક્તિની પરમ ભક્તિ જ્યાં મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ શાંતિનો પરમ આધાર મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ વિજયની પરમ તૃપ્તિ જ્યાં મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ દૃષ્ટિમાં પરમ વિચાર મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ દર્શનમાં પરમ કોમળતા મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ સુખમાં પરમ ચેન મળે છે, પછી બીજું શું જોઈએ
પરમ પરમેશ્વરમાં પરમ સ્થાન મળે છે, પછી બીજું શું જોઈએ
- ડો. હીરા