પ્રેમવિહોણા માનવીને શું કહેવું,
કેમ મંજિલની ઓર એ ભાગતો નથી?
વિચારોથી ઘેરાયેલા માનવીને શું કહેવું,
વિશ્વાસના આધારે એ કેમ ચાલતો નથી?
મંજિલની શોધમાં માનવીને શું કહેવું,
સોંપતો જા સોંપતો જા, એ કેમ આવડતું નથી?
અહંકારમાં ડૂબેલા માનવીને શું કહેવું,
સંભાળતો જા, વિનાશના દ્વારે ઊભો છે, કેમ દેખાતું નથી?
સંસારમાં ખોવાયેલા માનવીને શું કહેવું?
આ દેહ પણ તારું જ્યાં નથી, માયાને તું કેમ છોડતો નથી
ઈશ્વરથી અંજાણ માનવીને શું કહેવું
અંધકારમાં રહે છે, એના ઇશારાને તું કેમ સમજતો નથી
- ડો. હીરા