સંતોનું દિલ તો કોમલ છે
ફકિરોની અમીરી તો ગજબની છે
વિશ્વાસની પરાકાષ્ઠા તો અંતર છે
વિચારોની મતધારા તો અસહાય છે
પ્રેમની સીમા તો અપરંપાર છે
પ્રભુની ઈબાદત તો એક તમન્ના છે
મુશ્કેલીનો સામનો તો એક હકીકત છે
ઇલ્જામોનાં કાવ્યો તો બદનામ છે
કવિઓની શાયરી તો તીખી લકીર છે
વર્ચસ્વની બેડી તો એક અંધકાર છે
પ્રેરણાની ઝલક તો જીવનનો બદલાવ છે
- ડો. હીરા