સર્વ શક્તિમાન છે તું છતાં તને કોઈ અહંકાર નથી,
સર્વ જ્ઞાની છે તું છતાં તને કોઈ અભિમાન નથી.
પરમ પ્રેમનો પૂજારી છે તું છતાં તને કોઈ આસક્તિ નથી,
પરમ શાંતિનો ભંડાર છે તું છતાં તને કોઈ ભેદભાવ નથી.
પરમ આનંદનો ધોધ છે તું છતાં તને કોઈ બાધા નથી,
ઈશ્વરીય શક્તિનો સંચાલક છે તું છતાં તને કોઈ સત્તાનો મોહ નથી.
દયા ધર્મનો પાલનહાર છે તું છતાં તને કોઈ રાગ-દ્વેષ નથી,
દિવ્ય સ્વરૂપ છે તું છતાં તને તારી સુંદરતાનો કોઈ મોહ નથી.
પૂર્ણ વિધાતા છે તું છતાં તને તારા રાજ્ય પર કોઈ ગર્વ નથી,
આખા જગતનો માલિક છે તું છતાં તને કોઈ માલિકી પર નાજ નથી.
- ડો. હીરા