વિશ્વાસ મારો વધારજો તમે, હૈયામાં પ્રેમ ઉભરાવજો તમે;
તમારામાં એક કરજો મને, તમારી અંદર સમાવજો મને.
કૃપા તમારી વરસાવજો હવે, તમારી સાથે લઈ જાજો મને;
પ્રાર્થના મારી સ્વીકારજો હવે, પૂર્ણતામાં પ્રયાણ કરાવજો હવે.
ન વાતો ખાલી કરજો હવે, આ માયામાંથી બહાર કાઢજો હવે;
તમારા વિના મારું જીવન સંભવ નથી, તમારા વિના આ શક્ય નથી.
મનના ઉપાડાથી બહાર કાઢજો હવે, તમારામાં નિવાસ આપજો હવે;
એકરૂપતાનાં દર્શન કરાવજો હવે, સતત એ આનંદમાં રમાડજો હવે.
પડદા મનના કાઢજો હવે, હૈયેથી ‘હું’ ને ભુલાવજો હવે;
મોક્ષના દ્વારેથી આગળ વધારજો હવે, તમારામાં હવે જગાડજો મને.
યાચના મારી અરજી સમજી લેજો તમે, હવે તમારી મરજી આપો તમે;
સંપૂર્ણતામાં પૂર્ણ કરો હવે, તમારામાં સમ કરો હવે.
- ડો. હીરા