Bhajan » Garba » મહેકતા ગુલાબથી તને સજાવીમહેકતા ગુલાબથી તને સજાવી
Date: 14-Oct-2017
મહેકતા ગુલાબથી તને સજાવી,
સુગંધભર્યા જલથી તને નવડાવી,
ચહેકતી ખિલખિલાટથી તું તો હસતી,
ચમક્તા હીરામાં તું તો શોભતી.
મોતીડાની બાંધણીમાં તું તો સજતી,
રાસ રમતી તું તો ખૂબ નાચતી,
વરસતા પુષ્પોમાં તું તો સિંહાસન પર બેસતી,
ગરજતા સિંહ પર તું તો જગ સારું ધૂમતી.
ચળકતા આભુષણોથી તું વધુ શોભતી,
શસ્ત્ર તારા તું તો સાથ રાખતી,
આંખોમાંથી તું તો અમીરસ વહાવતી.
બાળકોને હેતથી તું તો ગળે લગાડતી,
રુમઝુમતી વસંતને તું સદૈવ સાથ રાખતી,
ઓ મારી માવડી તું તો સદા મારું ધ્યાન રાખતી.
- ડો. ઈરા શાહ
mahēkatā gulābathī tanē sajāvī,
sugaṁdhabharyā jalathī tanē navaḍāvī,
cahēkatī khilakhilāṭathī tuṁ tō hasatī,
camaktā hīrāmāṁ tuṁ tō śōbhatī.
mōtīḍānī bāṁdhaṇīmāṁ tuṁ tō sajatī,
rāsa ramatī tuṁ tō khūba nācatī,
varasatā puṣpōmāṁ tuṁ tō siṁhāsana para bēsatī,
garajatā siṁha para tuṁ tō jaga sāruṁ dhūmatī.
calakatā ābhuṣaṇōthī tuṁ vadhu śōbhatī,
śastra tārā tuṁ tō sātha rākhatī,
āṁkhōmāṁthī tuṁ tō amīrasa vahāvatī.
bālakōnē hētathī tuṁ tō galē lagāḍatī,
rumajhumatī vasaṁtanē tuṁ sadaiva sātha rākhatī,
ō mārī māvaḍī tuṁ tō sadā māruṁ dhyāna rākhatī.
Explanation in English |
|
Adorned you with fragrant roses, Oh divine mother;
Anointed you with perfumed water, oh divine mother.
Chirping and giggling you laugh, oh divine mother;
Adorned in shining diamonds, you appear gracious, oh divine mother.
In the saree of pearls, you are look dressed up, oh divine mother;
Playing the divine play, you are dancing a lot, oh divine mother.
With the showering of flowers, you sit on your throne, oh divine mother;
Sitting on the roaring lion, you roam in the entire world, oh divine mother.
With sparkling ornaments, you appear more beautiful, oh divine mother;
You keep your divine weapons with you, oh divine mother.
You weep tears of joy from your eyes, oh divine mother;
You embrace all your children with love, oh divine mother.
You keep the constantly refreshing spring time with you, oh divine mother;
Oh my mother, you are always taking care of me, oh divine mother.
|