આ પ્રકૃતિનું નૃત્ય છે, આકાશમાં વાદળ ઘનઘોર છે
શરીરમાં એક નવી આશ છે, ઝરશે આશીર્વાદ એની પ્યાસ છે
મૃદંગ, ડમરુ વાગે છે, ધરતી વીજળીથી કાંપે છે
પણ મારો આ તો નાચ છે, જેમાં મોર પણ આનંદિત થઈને નાચે છે
મનુષ્યનાં કર્મોને હું બાળું છું, એની તડપતી જ્વાળાને ઠંડી કરું છું
જે આ મધુર વાણીને સમજે છે, એ વીણા, બાંસુરી વગાડે છે
મનુષ્ય ઉપર સદા એવા આશિષ છે, હવે તો જાગ, પ્રકૃતિ સાથે નાચ રે
લયમાં થશે જ્યારે તું, ઓમકાર નાદ સંભળાશે રે
ધરતી આ તારું અનમોલ રત્ન છે, એનો વિનાશ એ તારો વિનાશ છે
ગાઉં છું હું મધુર ગીતો રે, જીવનનું રહસ્ય એમાં છુપાયું છે
પારખી શકે જે એને, એ તો યોગી છે,
પારખશે જે ન એને, એ તો અજાણ બાળ છે,
મોઢું ફેરવશે જે એ તો દાનવ છે
સમજી લે તું એને, મારા ગુપ્ત સાર રે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.