જાગ તારી નીંદરમાંથી જાગ, ક્યારે કરશે તું બધું, સમયનો તો રાખ સાથ
નથી એ તો રોકાવાનો, નથી એ પાછો આવવાનો, ખોટી લાલસામાં ના રહે તું
વીત્યું તારું નથી સચવાવાનું, ન કાઢ તું બહાનાં
આવડત આવશે સાચી, પ્રયત્ન કર એવા, કે મા નો સાથ મળે આવી દોડી
ઊઠ તારા અંધકારમાંથી, નથી હવે તું બાળપણમાં
જુવાની વીતી રહી છે તારી, સોચ તો જરા આ જીવનમાં
જગતકલ્યાણ કરવું છે તારે, કસોટી થાશે એમાં તો આકરી
પોચું પગલું ભરશે એમાં, તો ક્યાંથી ચાલશે આ લાચારી
પોકારે છે જ્યારે તું મને, કરજે પ્રયત્ન એવા તું તારા, દોડી આવું
હું સદાય પાસે તારી
મુશ્કેલીનો કરજે સામનો, અંધકારમાં પ્રગટાવજે દીવો,
રાહ દેખાશે તને એવો, વીત્યું જશે પાછળ છોડી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.