નબળો બની ના રડ તું આવો, સાથ છે સદાય મારો,
મારગ મળશે, રાખ એ વિશ્વાસ, નહીં રહે પછી કોઈ કંકાસ
તલવાર જેવા છે આ શબ્દ મારા, દિલમાં ઉતારીશ શું તું તારા?
તો થઈ જાશે તારા વિકારોનો અંત અને થાશે આ તારા પ્રશ્નોનો અંત
હલાવ તારી જાતને એવી, જડને બનાવ ચૈતન્ય એવી
ન કકળાટ કર તું આવો તો તારો, કે બોલે બસ ખાલી તો લાચારી
જગાડ તારી જાતને એવી, રહે ન કોઈ શરમ પ્રયત્નમાં એવી
મળશે તને વિચારો એવા અનોખા, બસ ભૂલી જાશે તું તારી જાતને એવી
કર્તા ‘હું’ ને નહીં રાખ, કર્તા 'મા' ને રાખ
મિટાવ તારી દૂરીને એવી, મળશે એમાં બધી ક્રેએટિવિટી
કંઈક છે અહંકાર, કંઈક છે ખુદ પર નાઝ,
સમજે છે પોતાની જાતને એવી, કે હું છું તો કંઈક અનોખી એવી
બાળ આવા અહંકારને, ના દંભ કર સમર્પણનો
કરતાં હું છું, તો મળશે તને ક્રેએટિવિટી
આકરી છે આ મારી વાતો, અહંકારને ન ગમે એવી વાતો
પણ સાચો ભક્ત છે તું મારો, તો મળશે તને એમાં બધું જ્ઞાન તો તારું
ઉતાર આ વાતને દિલમાં તો તારા, અહંકારનો નાશ કર તારા
કરે છે તો 'મા' ,સાચા ભાવ જગાડ આવા
જ્યાં કરશો, ‘મા’ ,તો આવશે ત્યાં, ક્રેએટિવિટી સાચી રે તારી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.