આક્રોશ મને પસંદ નથી, વેર મને ગમતું નથી
ખોટી સમજ મને સમજાતી નથી, અધૂરી સમજ હું રાખતો નથી
સ્વયંને હું માનતો નથી, નિજ ભાનમાં હું રહેતો નથી
આવકાર સહુનો હું ભલતો નથી, કાર્ય સહુના કરતો નથી
ચાકરી મેં કોઈની કરી નથી, ભક્તોના કાર્યો કરવાથી ચૂકતો નથી
પ્રેમ મારાથી ભૂલાતો નથી, વાસનામાં હું રહેતો નથી
જાગૃત મારી અવસ્થા સહુને સમજાતી નથી, અજગૃત હું રહેતો નથી
ફૂલોની સજાવટમાં હું ખોવતો નથી, ભક્તોની પૂજામાં ભાગી જતો નથી
અંતરમાં હું અંધારામાં રહેતો નથી, તમને પમાવા વિના હું ચેન લેતો નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.