વસે છે દિલમાં તારો સાથ, વસે છે હૈયામાં પ્રભુનો વાસ
હર હાલમાં, હર પ્રેમમાં, વસે છે પ્રભુનો અસિમ સાથ, પ્રભુના પ્રાણ
વશિષ્ઠ અને ગુરુના ચરણમાં છે અતિ આનંદ, અતિ ઊમંગ, અતિ ઉત્તમ
રહેલા કર્મો પણ બળી જાય છે, ત્યાં તો છે એવા પરમાનંદ,પરમ મુક્તાનંદ
પ્રેમના વસમાં રહી તો મીરા, પ્રેમના ભરોસે તો ચાલ્યા નરસિંહ મહેતા
પણ સાથ અમે આપ્યો છે સહુને, પ્રેમમાં છીએ અમે તો સહુના દીવાના
ગુંજ મારા નામની મને સંભળાય છે, વિવાદ ત્યાં તો બધા મટી જાય છે
ફરી પાછા ન ખોવાતા મારા લાલ, દિલ તો પ્રેરણા તમને આપી જાય છે
હિસાબ નથી રાખ્યો કાંઈ આપણી વચ્ચે, શરણું માંગ્યુ છે તમારું અમારી પાસે
દુનિયાની માયાજાળ હવે તો તોડો, અમને પુકારી હવે તો અપનાવો
મોહન અમારા દિલને હવે બનાવો, એકરૂપતા હવે અમને તો આપો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.