હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું
મનની અવસ્થાથી લોકો દુઃખી થાય છે, એમને આરામ પહોંચાડું છું
ન કોઈને ત્રાસ આપું છું, ન કર્મની લાઠી મારું છું
મનની અવસ્થા છે એમની, મનને તો હું પોકારું છું
ન કોઈને વંચિત રાખું છું, ન કોઈને શ્રાપ આપું છું
સુધારવા એમને પ્રયત્ન કરું છું, આગળ એમને વધારું છું
મન એમનું કાબૂમાં નથી, કાબૂ એમને શિખવીડું છું
વિશ્વાસમાં ખૂટે જ્યારે મન, તો મુશ્કેલ લાગે સહુ કામ
એમનો તો હું વિશ્વાસ વધારું છું, વિશ્વાસ એમનો ગેહરો કરું છું
ન ચાહું છું કે બધું ભૂલી, મારી પાસે આવે
એમને તો બસ હું પૂર્ણ કરું છું, પૂર્ણ કરું છું, પૂર્ણ કરું છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.