અવસ્થા અમારી એવી છે, જ્ઞાન તમને એનું નથી
લઈ જવા છે તમને આગળ જલદી, કર્મોને બાળવાં છે જલદી જલદી
માર્ગદર્શન તમારું કરીએ છીએ, તમારી આળસ પર દિલ રુદન કરે છે
હર પલ એ જ અહેસાસ છે, કે હાથ પકડીને આગળ લઈ જવાના છે
કલ્યાણ માટે દિલ તડપે છે, લોકસેવા માટે દિલ તરસે છે
હાથ પકડ્યો છે તમારો અમે, હવે તમને તમારા સ્થાન પર પહોંચાડવા છે
દિલથી તમને પોકારીએ છીએ, હવે તો આવો ઘરે તમે
દુઃખદર્દ ના હવે જોવાય છે, લોકોની ચીખો હવે સંભળાય છે
મસ્તક અમારું ઝૂકે છે, કરુણાના બંધ હવે ફૂટે છે
પ્રેમ દિલમાં ઊછળે છે, તમારું સ્મરણ પ્રભુમાં કરીએ છીએ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.