જાગો આ નિદ્રામાંથી તમે, આવો મારી પાસે હવે
ન ખોવાઓ આ જગમાં હવે, પાછા આવો મારી પાસે હવે
જગતકલ્યાણનો નિયમ લીધોં છે તમે, એક વાર તો સમાઓ મારામાં હવે
ન સમજો તમને મારાથી અલગ, રહુ છું સદા તમારામાં હું તો સદૈવ
બાળ્યાં છે તમારાં કર્મોને ઘણાં ઘણાં, વિકારો ઉપર તો કાબૂ લાવો હવે
જીવનની દોર ક્યારે તૂટશે, ખબર નથી, અજાણ છે કોઈ ન હવે
મિલનની રાહ જોઉં છું હું તો હવે, નિરાશ ના કરતાં હવે મને
તમારી રાહમાં સ્થાપિત થઈ ઘણે ઘણે, હવે તો આવો એક વાર તમે
કરાવીશ તમારી પાસે ઘણું ઘણું, નીંદરમાંથી જગાડીશ તમને
પ્રેમના અમીરસ ઝરણામાં નવડાવીશ તમને, મારા ખોળામાં સુવડાવીશ તમને
દિલમાં વસાવો હવે તો મને, મારા પ્રેમમાં ભીંજાવીશ તમને
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.