છે આપણો સંબંધ જનમ જનમથી, એ તો છે ગહેરો
નાચ્યા છો હર જનમમાં તો તમે ઘણા ઘણા
છતાં ના છૂટ્યો આ સાથ આપણો તો નિરાળો
ના છોડ્યા છે તમને કર્મોના બંધનમાં, હર જન્મમાં કર્મને તાર્યાં
સુખસુવિધા પાછળ રહ્યા તમે તો ભાગતા, ન રોક્યા કદી તમને
હર વક્ત અહેસાસ આપ્યા મારા માર્ગનો, છૂટ્યા એમાં ઘણા મોકા તમે
છતાં પ્રેમ મારો ના થયો કમ તમારા માટે, છો બાળ તો અંતે તો મારા
વિસામા લીધા તમે તો કેટલા કેટલા, રાહ તાકતી રહી તમારો કેટલો કેટલો
રોક્યા છે અકસ્માતો તો કેટલા તમારા, અહેસાસ પણ ન થયું તમને એનો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.