બોલાવી છે તને અહીં તારા માટે, નથી કોઈ વેકેશન માટે
આપવું છે ઘણું તને મારે, બસ તારી જાતને ખુલ્લી રાખ એના માટે
ઘડી આ છે બહુ મહત્ત્વની, જીવન તારું છે મને તારવાનું
ના ભૂલ માયામાં તારી જાતને, ના ઓઢ સંબંધોની ચાદરને
જેટલી રહેશે તું ખુલાસથી, આપી શકીશ એટલું હું તને આસાનીથી
લઈ જવી છે તને આગળ એટલી બધી, કે આ જીવનમરણના ખેલથી મુક્ત થાય એવી
ખોટી ભ્રમણામાં ના રહે તું, દિલ તો તારું રાખ મોટું તું
જીવનચર્યા મળશે એમની એમ, મોત આવશે એ પણ એમનું એમ
ના આવશે આ સમય પાછો વળીને, ના બોલવવામાં આવશે તને ઘડી ઘડી એમ
જગાડ તારી જાતને, હલાવ તારી જાતને, રાખ પ્રભુને હૈયામાં સ્થિર
પછી જો જીવન મહેકી ઊઠશે, ન રહેશે તું અપૂર્ણ, થઈ જાશે પ્રભુમાં સંપૂર્ણ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.