કોઈ કોઈની સાથે આવતું નથી, કોઈની સાથે કોઈ જાતું નથી
એકલો જીવ આવ્યો છે, એકલો જીવ જવાનો છે
સાથ મળે જ્યારે પ્રભુનો, તો કોઈથી એ એકલો રહેતો નથી
ગોવિંદ નામ ભજશે તું, અંગેઅંગમાં ગુંજી ઊઠશે તું
ના જકડ કોઈ માયામાં તું, ના બંધા કોઈ મોહમાં તું
તારો સાથ તારા વિના કોઈનો નથી, તારી આશ પ્રભુ વિના બીજું કાંઈ નથી
નજર સામે તારા સંબંધો છે, પ્રભુનો પછી ક્યાં વાસ છે?
પ્રભુકૃપા મળશે તને, ડર હૈયામાંથી કાઢશે તું
ના તણા એવા કોઈ મોહમાં, બહાર આવશે તો લઈ જશે બધાને
નીકળ આ કૂવામાંથી બહાર તું, પ્રભુની રાહ ઉપર તો ચાલ તું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.