સાંભળજે આ વાત, ધ્યાનથી ઉતારજે દિલમાં
જીવનમાં આવશે એવા બધા અનુભવ જે કસોટી લેશે
મુશ્કેલ છે આગળનો રસ્તો, મનમાં ના રાખતી કોઈ શંકા,
મા નો હાથ છે તારા માથા પર,
રડ નહીં તું આ વાત સાંભળીને, તૈયારી રાખજે સંજોગોની
તો કરશે તું મુશ્કેલીનો સામનો હસીને
દૃઢ સંકલ્પ કરજે, કરવું છે તારે આ જીવનમાં શું?
વૈરાગ્ય સંસારમાં પણ રહીને થાય છે, કર્મ કર, તો સોંપ પ્રભુને
બંધાતી ના કોઈ ખોટી ઇચ્છાઓમાં, સંબંધો છે ખાલી મોહના
જવાબ જોઈએ છે તને તારા પ્રશ્નોના
ચાલવું પડશે તને સાચી રાહ પર, નહીં રહે કોઈ પ્રશ્ન તારામાં
રાહ મળશે તને આપોઆપ જીવનમાં, જીવન મળ્યું છે જીવવા માટે, બરબાદ ના કર એને ખ્યાલોમાં
કૃપા પ્રભુની વરસશે એવી, ના અંધકાર દેખાશે તને જીવનમાં
ઉતાર આ વાતને દિલમાં, ના ભાગ ખોટી માયામાં
આવવું પડશે તને પાછું આ દેશમાં, તૈયારી રાખજે એની હૈયામાં
માતાપિતાનાં બંધનોથી મુક્ત થાજે, ના ભાઈબહેનની જંજાળમાં જકડાજે
વાતો છે આ બધી ગુપ્ત, રહસ્ય રાખજે હૈયામાં બધાં
જીવન જીવી લીધું છે બહુ મજાકમાં, જગાડ તારી જાતને હવે તું તારામાં
મળશે નહીં આ વાણી પાછી કદી, રાખજે આ લખાયેલું તારી પાસે સદાય
જીવનની પળોમાં યાદ કરજે મને ત્યારે, પાસપોર્ટ - વિઝા બનશે ત્યારે
હૈયું રાખજે સાફ, ન મૂંઝાતી કોઈ વિચારોમાં
મળશે રાહ તને જીવનમાં, ચાલજે હિંમતથી રાહમાં
કીધું તો આમાં ઘણું ઘણું, સમજી લેજે એને બરોબર તું
કદી ના સમજતી પોતાને એકલી, લાગી જા પ્રભુના ધ્યાનમાં તું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.