ઘણાં વર્ષો પછી પાછા મળ્યા છે, ખામોશીનાં વર્ષો હવે મળ્યાં છે, ઘણુંબધું તમને શીખવાડવું છે.
પહેલું ચરણ, જીવન જીવવાનું શીખડાવવું છે
બીજું ચરણ, પ્રભુને તમારા આચરણમાં વસાવવા છે
ત્રીજું ચરણ, અહં અને અહંકારનો નાશ કરવો છે
ચોથું ચરણ, તમારી સાથે એકરૂપતા કેળવવી છે
પાંચમું ચરણ, તમને અમારા જેવા બનાવવા છે
છઠું ચરણ, તમને પોતાની જાતથી ભૂલાવવા છે
સાતમું ચરણ, બધામાં મને જોવાનું છે
આઠમું ચરણ, જગતમાં પાછું બધું આપવાનું છે
આ થઈ તમારી અષ્ટાપદની યાત્રા
પછી તો કૈલાશમાં વસવાનું છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.