જાગ હવે તું તારી નીંદરમાંથી, છોડ તારી આળસને તું
આપવું છે તને એટલું બધું, ન સંકોચા તું, વિચારોને તારા મારામાં કર તું
હર સમય મારા અહેસાસમાં રહે તું, નાની વાતોમાં ના ઉલઝ તું, તારી સંભાળ રાખી રહ્યો છું હું,
ભક્તિના પ્રવાહને ના બાંધ તું, મોજાં ઊછળે એને ઊછળવા દે તું, પ્રયત્ન કર્યા વિના પહોંચાડીશું
ખોટાં આંસુ ન વહાવ તું, પડદો ના રાખ મારી સાથે તું,
સમયથી પર લઈ જઈશ તને હું, પણ સમયનો તો લિહાજ કર તું
જગાડ તારી જાતને તું, હલાવ તારી જાતને તું, ક્યાં સુધી ચાલશે આ બધું, ક્યારે હવે મને મળશે તું
છોડ તારા અણગણિત બાંધને, લાચાર ના બન, જગાડ તારી જાતને
સુખસુવિધા પણ મળશે તને, આશ્વાસન મારું અમથું નથી, દિલમાં જો જવાબ મળશે તને
તારી રાહ જોઈ રહ્યો છું હું, કૈલાશમાં વસાવા જઈ રહ્યો છું હું
શાના માટે રોકે છે પોતાની જાતને, ડરનો વિનાશ કર હવે
દુર્ગા સ્વરૂપ તું દેખાય છે મને, રાધાના ભાવ આવવા દે હવે
સમજણ શંકરની સમજી લે હવે, પૂર્ણતા તરફ પ્રયાણ કર હવે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.