ગીત મારું ગાઉં છું, પ્રેમથી સહુને બોલાવું છું;
પ્રીત સહુને કરું છું, પોતાની જાતને જ બધામાં જોઉં છું.
અસમજણને સમજણમાં બદલું છું, વિનય-વિવેકથી આવકારું છું;
હૈયેથી આદર આપું છું, ભૂત-ભવિષ્યને જાણું છું.
કર્મથી ઉપર ઉઠાડું છું, વાસના-ભોગ સમાપ્ત કરું છું;
અંધકારને દીપક આપતો જાઉં છું, અહંને ભગાડી દઉં છું.
આહવરણ મારો શીખવાડું છું, સંગીત જીવનમાં ભરું છું;
ઇચ્છાઓનો બલિ આપું છું, વિકારોને સમાપ્ત કરું છું.
આળસને જાવા દઉં છું, મારી ઓળખાણ કરાવું છું;
જીવન-મૃત્યુથી ઉપર લઈ જાઉં છું, જીવનનું માર્ગદર્શન કરું છું.
હર જીવમાં મને જ જોઉં છું, હર જીવ સાથે ફરી પાછો જીવું છું;
હત્યા મારી ક્યારે થાતી નથી, ફરી પાછો આવું છું.
જીવતો જીવતો મારી અંદર જ સમાઉં છું.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.