જગતજનની જગતકલ્યાણકારી, હું તારી માતા છું
સહુના દિલમાં, હું પ્રેમ થઈને વસું છું
હર બાળની સંભાળ, હું તો રાખું છું
સર્વમાં પ્રેમના ભાવ, હું જગાડું છું
સામેલ એમની ખુશી અને ગમમાં થાઉં છું
સૌ સાથે હું તો, હસું અને રડું છું
બધાનાં આંસુ તો, હું લૂછું છું
બધાનાં દુઃખદર્દને દૂર કરું છું
બધાની વાતો અને પ્રાર્થનાને હું સાંભળું છું
એમની ઇચ્છાઓને, હું તો પથ આપું છું
હરએક જીવને પરમાત્મા સાથે મળાવું છું
હરએકમાં કરુણા અને સ્વીકારભાવ જગાડું છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.