કોઈ જાત નથી, કોઈ પ્રાંત નથી
બધા જ મારાં સંતાન છે, કોઈ એમાં ભેદ નથી
નિષ્ઠુર તો હું પણ નથી, કઠોર તો મારું ત્રિશૂળ પણ નથી
જાતિનો કોઈ વિવાદ નથી, વિવાદમાં મારી ઓળખાણ નથી
રસ્તા મારા અનેક છે, કોઈ પણ રસ્તો ખોટો નથી
માલિક તો હું એક જ છું, એમાં કોઈ બીજું નથી
અસમજણની તો લડાઈ છે, કૃપા મારી સતત છે
અસમજણમાં તો વેર છે, સમજણમાં જ તો જન્નત છે
કળિયુગ, સતયુગ કાંઈ હોતું નથી, વિચારોના મતભેદ હોય છે
જમાનો તો આવો જ હોય છે, સમજણનો તો પ્રયત્ન હોય છે
જીવનમાં જીવ વિમુખ છે, પરમાત્માથી અજાણ હોય છે
જ્યાં જાણ છે ત્યાં ભેદ નથી, ત્યાં પછી કોઈ નાદાન નથી
હું જ તો છું, હું જ તો છું, પછી કોઈ અસજમણ નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.