ન કોઈ કોઈના પર આશ્રિત છે, ના કોઈ કોઈનાથી લાચાર છે;
જે પણ છે એ એમની વૃત્તિઓ છે, પોતાનાં કર્મો છે.
આગળનો સમય બહુ આકરો છે, જીવનનાં તેજ હવે બહુ ધીમાં છે;
આત્મહત્યા ની માત્રા વધારે છે, અંધકારનાં વાદળાં ઘેરાવાનાં છે.
સહનશીલતા લોકોની કસોટી લેશે, દીવડા અજવાળાના બુઝાતા જાશે;
લોકોની શાંતિ હરાતી જાશે, પૈસા લોકોના ડૂબતા જાશે.
સુખચેન જીવનમાંથી અલિપ્ત થાશે, પ્રભુને યાદ સર્વે કરવા લાગશે;
આશાઓ નિરાશામાં પરિવર્તન કરશે, તમારી યાદ બુલંદ થશે.
પોકારી લોકો તમારી પાસે આવશે, પ્રભુનાં ભજનોને ફરી પાછાં યાદ કરશે;
આ સમયની ઝલક તમને આજ મળી, આ સમયનું પરિણામ જલદી આવશે.
લોકોમાં એક નવી સમજ આવશે, કે સ્વાર્થથી દુનિયા ચાલતી નથી;
લોભ લાલચને ત્યજવા પડશે, મોહમાયાથી ઉપર ઊઠવું પડશે.
આ પરિવર્તન તો શુભ છે, આ પરિવર્તનમાં લોકોની ભલાઈ છે;
પ્રભુની રાહનું માર્ગદર્શન છે, પ્રભુમિલન માટે એ તૈયારી છે.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.