તમને બધાને આશિષ મારા, તમને બધાને પ્રેમ મારો;
હરકોઈને હું આવકારું છું, હરકોઈને તો હું સમાવું છું.
પૂર્ણતા તરફ હવે પ્રયાણ કરો, મારી પાસે તો હવે આવો;
જીવનમાં ખેલ બહુ ખેલ્યા તમે, જીવનમાં હવે તમને બોલાવું છું.
આઠ વર્ષો ગયાં છે વીતી, હવે ન શકાય આ દૂરી તો ઝીલી;
બતાડેલા માર્ગ પર ચાલો તો હવે, મને મળવા આવો તો હવે.
મોહમાયામાં કેટલા તણાશો, ભક્તિમાં હવે ક્યારે નહાશો;
કોશિશો મારી વ્યર્થ ન જાય, ફરી પાછા જન્મના ફેરા ન થાય.
મને પામવું હશે તો દિલ સાફ જોઈશે, સાથે મહેનત કડી કરવી પડશે;
દિન જાગે તેની પેહલા ઊઠવું પડશે, રાત્રીના પણ મને યાદ કરવો પડશે.
શ્વાસેશ્વાસમાં મને વસાવજો, પળેપળમાં મને નિહાળજો;
દૂર હું તમારાથી નથી, શાને પછી દૂર તમે રહે છો.
આવો હવે દોડી આવો, રાહ હવે મારી દૂર કરો, દોડી આવો.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.