નારાજ અમે કોઈથી થતા નથી, પરેશાન અમે કોઈથી થતા નથી
નાદાનીઓ પર ગુસ્સો અમે કરતા નથી, ભૂલોને અમે રોકી શકતા નથી
પ્રયત્ન સુધારવાની કોશિશ અમે તો કરીએ, માર્ગ બતાવવાની કોશિશ કરીએ
હાથ પકડવાની તૈયારી રાખીએ, પણ કોઈ પર જબરદસ્તી કરતા નથી
ઇંતેજાર સહુનો કર્યો, કોઈને ત્યજી શકતા નથી
સાફ કરી પાછા મૂકીએ, માફ કરી ફરી પાછું શરૂ કરીએ
પ્યારથી અમે સહુને આવકારીએ, પ્રેમથી સહુને બદલીએ
કલ્યાણ અમે સહુનું ચાહીએ, પછી એમને અમે ચલાવી દઈએ
ખામોશીમાં અમે મૌન રહીએ, એને સ્વ ખ્યાલ કરાવીએ
એની તકલીફને ખુદની તકલીફ સમજીએ, એના ગમને મિટાવીએ
ચાહે રસ્તો એનો સરળ બને, ચાહત અમે લાદતા નથી
એને ના કાંઈથી બાંધીએ અમે, બંધનથી મુક્ત કરતા રહીએ
મોટું દિલ રાખીએ અમે, દિલમાં સહુને વસાવીએ અમે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.