વિવિધ રૂપો છે તો મારાં, ભક્તોના દિલમાં વસાવવા
કૃષ્ણ રૂપે જન્મ લીધો, તો અંબા રૂપે પ્રગટ થયો
કાલી રૂપે વિનાશ કર્યો, તો રામ રૂપે રાવણ નો નાશ કર્યો
ગણપતિ રૂપે વિઘ્નહર્તા બન્યો, લક્ષ્મી રૂપે ધનદોલત આપ્યું
ગંગા રૂપે પાપોનો નાશ કર્યો, બ્રહ્મા રૂપે જીવનદાન આપ્યું
સરસ્વતી રૂપે જ્ઞાન આપ્યું, પાર્વતી રૂપે જગતકલ્યાણ કર્યું
શંકર રૂપે જગનું પાલન કર્યું, નિરાકાર રૂપે બધે સમાયા
હરકોઈ ભાવના રૂપે જન્મ લીધો, કોઈના વિચારો રૂપે રૂપ લીધું
હરકોઈને અમે માન આપ્યું છે, પછી સહુ રૂપને એક કર્યાઁ છે
દ્વૈતને અદ્વૈતમાં લઈ ગયા છીએ, બે થી એક અમે બન્યા છીએ
પૂજજો જે તમને ગમે તેને, અંતે તો સમાવાનું છે એકમાં તમને
બુદ્ધ બનીને કે મહાવીર બનીને, ઈશુ ખ્રિસ્તમાં જોજો અમને
હરએક રૂપમાં હું જ છું, સર્વેમાં હું જ છું
ભેદ તમારા મટશે હવે, હર દર્શનમાં હું જ છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.