જાગ્રત અવસ્થામાં રહેજો તમે, અમારી સાથે બંધાજો તમે
તાર દિલના બાંધજો તમે, અમારા રંગમાં રંગાજો તમે
કબૂલાત આ રાખજો તમે, પ્રભુ જ તમારો બેડો પાર કરશે હવે
મનની અવસ્થામાં સ્થિર રહેજો તમે, ડમરુના નાદ પર નાચજો તમે
ડગમગતા ના વિચારોથી તમે, સમર્પણના ભાવથી રેહજો તમે
કોશિશ પૂરેપૂરી કરજો તમે, મંઝિલે પહોંચાડીશું અમે તમને
મધ્યમાં ના ઘબરાતા તમે, પોકારજો અમને, સાથ આપું તમને
ન લાવજો કોઈ અવિશ્વાસ તમે, હાથ પકડી લેજો ત્યારે અમારો તમે
ભૂલો ન કર્યા કરજો તમે, પોતાની જાતને ઉઠાવવાનો પ્રયત્ન કરજો તમે
આળસમાં ના રમજો તમે, પ્રભુના મારથી ન ડરજો તમે
સત્સંગમાં દિલને જોડાવો તમે, સંસારમાં અલુપ્ત રહેતાં શીખો તમે
વિશાળ હૈયું રાખજો તમે, સહુને અપનાવવાની ભાવના જગાડો તમે
પરિસ્થિતિનો સામનો કરજો તમે, રાહ તમને દેખાડીશું જરૂર અમે
વાણીમાં ભેદ ના લાવતા તમે, ખુદની શુદ્ધતા વધારજો તમે
મનને કેળવજો તમે, મારામાં સ્થિર કરજો એને
વિકારોની ઉપર ઊઠવું છે તમને, વિકારો મિટાવવાની પ્રાર્થના કરજો તમે
પ્યારથી આવકારજો અમને, પ્યારમાં ખોવડાવશું અમે તમને
અલગતાના ભાવ મિટાવજો તમે, તમારામાં સમાઈ જઈ અમે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.