પ્રેમ અમે સહુને કરીએ છીએ, પ્રેમ અમે સહુમાં જોઈએ છીએ
પ્રેમ અમે સહુમાં જગાડીએ છીએ, પ્રેમથી જ અમે સહુને આવકારીએ છીએ
પ્રેમનો અનુભવ સહુને કરાવીએ છીએ, પ્રેમથી ના કોઈને વંચિત રાખીએ છીએ
પ્રેમથી સહુને પોકારીએ છીએ, પ્રેમમાં સહુને ભીંજવીએ છીએ
પ્રેમમાં સહુને ઉઠાવીએ છીએ, પ્રેમમાં સંસાર સાગર પાર કરાવીએ છીએ
પ્રેમમાં સહુનું ધ્યાન રાખીએ છીએ, પ્રેમનો પ્યાલો તેમનો છલકાતો રાખીએ છીએ
પ્રેમમાં તેમને બધું આપીએ છીએ, અમારા પ્રેમમાં બધાં કાર્યો પાર કરીએ છીએ
પ્રેમમાં તેમને ગવડાવીએ છીએ, પ્રેમમાં મધુર રાગ છેડીએ છીએ
નાચ તેમને દિવ્ય કરાવીએ છીએ, પ્રેમની પરિભાષા સમજાવીએ છીએ
પ્રેમમાં અમે પણ પોતાને ભુલીએ છીએ, પ્રેમમાં અમે પણ મગ્ન થઈએ છીએ
પ્રેમની પાછળ અમે દીવાના છીએ, દીવાનોમાં તો અમે વસીએ છીએ
પ્રેમની કવિતામાં રમીએ છીએ, પ્રેમમાં સહુને રંગીએ છીએ
પ્રેમમાં અમે બધું આપીએ છીએ, પ્રેમમાં બધું અર્પણ કરીએ છીએ
પ્રેમમાં અમે સમર્પણ કરીએ છીએ, પ્રેમમાં ના અમે લજ્જિત થઈએ છીએ
પ્રેમમાં સહુને ઉપર લઈ જઈએ છીએ, પ્રેમથી સહુમાં વાસ કરીએ છીએ
પ્રેમમાં નીંદર ભુલાવીએ છીએ, પ્રેમમાં દિવ્યતાનો અનુભવ કરાવીએ છીએ
પ્રેમમાં વાસના મિટાવીએ છીએ, પ્રેમમાં અંતરમનને જગાડીએ છીએ
પ્રેમમાં મારા ભક્તોને મારી અંદર સમાવીએ છીએ, પ્રેમમાં વૈકુંઠ લઈ જઈએ છીએ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.