શરૂઆત થઈ, શરૂઆત થઈ, તમારા આવવાની શરૂઆત થઈ
સમજી આ મારી વાણીને, હવે ચાલવાની શરૂઆત થઈ
જૂના જમાનામાં રહ્યા હતા વેડફી, હવે જમાના પ્રમાણે ચાલવાની શરૂઆત થઈ
જીવનમાં મારી વાતોને, હવે ઉતારવાની શરૂઆત થઈ
હાથ પકડ્યો છે મેં તો, હવે હાથ મારો પકડવાની શરૂઆત થઈ
અંધારામાં ચાલતા હતા તમે તો, હવે ઉજાળાની શરૂઆત થઈ
માર્ગદર્શન મારું સતત રહે છે, હવે મારી રાહ પર ચાલવાની શરૂઆત થઈ
જમાનામાં આગળ વધવાની, હવે તો તમારી લાયકાત થઈ
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.