બહુ આપ્યું, બહુ સમજાવ્યું, બહુ વિચાર્યું, બહુ કરાવ્યું
બહુ રિઝાવ્યું, બહુ સમાવ્યું, બહુ કહેવડાવ્યું, બહુ જગાડ્યું
હવે શું કંઈ બાકી છે, જ્યાં ન કોઈ હવે દૂરી છે
હવે શું આપવાનું છે, જ્યાં કર્મો પણ ન બાકી છે
બહુ દેખાડ્યું, બહુ કહેવડાવ્યું, બહુ રાખ્યો કાબૂ, બહુ છુપાડ્યું
બહુ અપનાવ્યું, બહુ રડાવ્યું, બહુ ચલાવ્યું, બહુ વિતાવ્યું
હવે શું અધૂરું છે, હવે શું અંતર છે
હવે શું એકાંત છે, હવે શું આ શાયરી છે
બહુ લલચાવ્યું, બહુ તડપાવ્યું, બહુ રોક્યું, બહુ લેવડાવ્યું
બહુ પ્યાર મહોબ્બત કર્યું, બહુ વિચાર્યું, બહુ ફસાવ્યું, બહુ ગુમાવ્યું
હવે શું તકલીફ છે, હવે શું અલગતા છે
હવે શું બંદગી છે, હવે શું ફરિયાદ છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.