માર્ગ મળ્યા છે તમને ચાલવાના, રસ્તા દેખાડ્યા છે મેં તો મુક્તિના
ઇચ્છા મારી દર્શાવી છે તમને સંભાળવામાં, પ્રેમ બતાડ્યો છે મારા હૈયામાં
જીવનચરિત્ર મારું દેખાડ્યું છે સમજવા, જીવન જીવ્યું છે તમને સાથે લઈ જવા
મનુષ્યતા દેખાડી લોકસેવામાં, વિકારોની ઉપર સાથ આપ્યો છે બહાર કાઢવામાં
કંઈ બાકી નથી રાખ્યું સમજવામાં, કંઈ બાકી નથી રાખ્યું જોડાણ કરવામાં
હવે સાથ આપવાનો છે તમને તો મને, ચાલવાનું છે હવે સાથે તો તમને
મૃત્યુથી ઉપર ઊઠવાનું છે હવે, પોતાની અસમજણથી બહાર આવવાનું છે હવે
દુનિયાની ભાષાને ભૂલવાની છે હવે, કોમળતા દિલમાં વસાવવાની છે હવે
મનુષ્યદેહ સફળ કરવાનો છે હવે, મારી ઇચ્છાને પૂરી કરવાની છે હવે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.