રીઝતો નથી હું પ્રશંસા કરવાથી
રીઝતો નથી હું કાંઈ ગીત ગાવાથી
દિલના પોકાર અને મનની સફાઈમાં હું વસું છું
કોમળ હૈયું અને સચ્ચાઈમાં તો હું રહું છું
છળકપટમાં મારો વાસ નથી
દુરુઉપયોગ અને ઘમંડમાં હું રહેતો નથી
હૈયાની સરળતા ને ભાવોમાં સચ્ચાઈ એ હું ચાહું છું
પ્રેમમાં હું વસું છું, એકતામાં હું જચું છું
નિરાકાર મારા આકારને જે સમજે છે
એનાથી દૂર તો હું રહી શકતો નથી
જીવનચરિત્ર જેનું સાચું છે, નિઃસ્વાર્થ ભાવો છે
એમાં હું મારું ચિત્ત જોડું છું, એમા જ હું સમાઉં છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.