|
કેમ છો ને કેમ નહીં, આપણને શું ફરક પડે છે?
પૂછતાં તો પૂછી લીધું, પછી આપણને શું એની અસર પડે છે?
વ્યવહાર એવો ખોખલો કર્યો, કરવા ખાતર કર્યો
એ જીવે કે મરે, આખરે આપણને શું ફરક પડે છે
ન ચિત્ત છે, ન કોઈ ચિંતા છે, ખાલી શબ્દોના ખેલ છે
એવા આપણે કેવા બન્યા, ન કોઈની ફિકર કરતા રહ્યા
આવા આપણે તો બન્યા, આમ આપણે તો ખોવાયા
- ડો. ઈરા શાહ