આદિનાથની કહાની એવી છે જે કોઈને ખબર નથી. કોઈએ સાંભળી નથી. એક એવા સમયની વાત છે જ્યારે મનુ-સતરુપાએ સૃષ્ટિ માંડી, તેના પછી, મનુષ્યના જન્મ થયા. સપ્તઋષિઓએ દુનિયામાં ઈંધન, ખેત, અન્નની શરુઆત કરી ત્યારે મનુષ્ય ગુફાના માણસ (cavemen) થી સંસ્કારી રહેવા લાગ્યા. ત્યારે એમની જ જાતિમાંથી એક એવો સરદાર થયો જેને રાજયની સ્થાપના કરી. એ આ જગનો પહેલો રાજા બન્યો. એણે રાજ્યની સ્થાપના વેદોની અનુસાર કર્યું, અને એના લોકોમાં એક કાયદો સ્થાપ્યો જેનું પાલન કરીને તેઓ સુખી રહેવા લાગ્યા. બધા પોતપોતાના કર્મોમાં વ્યસ્ત થઈ ગયા. કોઈ કૂડકપટ ન હતું, કોઈ જુર્મ ન હતું પણ જીવન આમ જ વ્યતીત થાતું હતું. તયારે જીવનના રહસ્યો જાણવા, જીવન ને સમજવાની એ રાજાને ઇચ્છા થઈ. એક પરમ શક્તિને જીવનનો પાલનહારા માનતા હતા. એ શક્તિને સૂર્યના તેજ તરીકે પહેચાનતા હતા. તેઓ સૂર્યને ભગવાન માનતા હતા પણ સૂરજ પણ આથમે છે, એટલે એ અંધારામાં પણ કોઈ શક્તિ તો જગને ચલાવે છે. એમણે એ શક્તિ ખોજવાનો પ્રયત્ન કર્યોં. એવા પ્રદેશમાં ગયા જ્યાં સૂરજ ક્યારે પણ આઠમતો નથી. તેવો તેની રાત દિવસ પૂજા કરવા લાગ્યા. ધીરે ધીરે સૃષ્ટિના રહસ્યો ખૂલવા લાગ્યા. પ્રકૃતિને સમજવા લાગ્યા, એમને જ્ઞાત થયું કે આ જીવન શેના માટે છે, એનું શું રહસ્ય છે. મનને જીવન મરણથી ઉપર કઈ રીતે ઊઠવું એ સમજાતું નહોતું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એક પ્રદેશ એવો છે જ્યાં આ સૃષ્ટિ ચુંબકત્વબનાવે છે. તે એ પ્રદેશની ખોજમાં નિકળ્યા. ઘણે ફર્યા પણ એમને એ પ્રદેશ ના મળ્યો. એમને સૃષ્ટિના ચાર ખૂણા પર એમનું રાજ્ય સ્થાપ્યું. એ ચાર ખૂણા ઈજિપ્ત, જેરૂસલેમ, ભારત અને મક્કામાં બન્યા. તેઓ હર જગહ પર સૃષ્ટિની પ્રતિમા બનાવતા ગયા. મધ્યભાગમાં લિંગ જ્યાંથી બધું બને છે અને સતત વિસ્તૃત બ્રહ્માંડ યોનીના આકારમાં શવમાં જે આ શક્તિ વસે છે તેને તે શિવ કહેવા લાગ્યા. પણ એ શિવમાં પાછું કઈ રીતે મળવાનું, એ સૃષ્ટિ ના મધ્યભાગમાં (center of universe) પાછું કઈ રીતે આવવું, એ તેમને આવડતું ન હતું. એમને લાગ્યું કે સૃષ્ટિના મધ્યભાગમાં પહોંચશે તો એ શિવમાં એક થઈ જશે. પૃથ્વિનો મધ્યભાગ (Center of earth) મળ્યું એમને સિનાઈમાં (sinai), સૃષ્ટિનો મધ્યભાગ (Center of universe) એમને મળ્યું તિબેટ કૈલાશમાં. એમને એ મધ્યને પણ લિંગ આકારમાં પરિવર્તિત કર્યું અને ત્યાં શિવની પૂજા કરવા લાગ્યા. સતત ધ્યાનમાં રહ્યા, પોતાની જાતમાં ખોવાતા રહ્યા અને રહસ્ય બધા જાણવા લાગ્યા. જ્યારે પોતાની પહેચાન શૂન્ય કરી, ત્યારે એમને સૃષ્ટિનું રહસ્ય સમજાયું, પોતે શિવ બન્યા અને પોતે જ અમર થયા. પછી શિવ અને આદિનાથમાં કોઈ ફરક નહીં રહ્યો. ત્યાંજ એ રહી ગયા, લોકોને શિખવતા ગયા અને જગનું માર્ગદર્શન કરવા લાગ્યા. વૈશ્વિક (universal) સંદેશો બધાને આપતા રહ્યાં, સતત સૃષ્ટિના નિર્માણમાં લાગી ગયા. ઘણા એમની પાસે આવ્યા, સહુને સાથે લઈ ગયા, હજારોને મોક્ષ આપ્યો. જેનો જેવો માર્ગ, તેવો એમને માર્ગદર્શન કર્યું. પ્રભુ પામવાના નવા નવા રસ્તા ખોલ્યા. આદિનાથ ક્યાંય ગયા નથી, તે અમર છે. એમનો કોઈ અંત નથી, એમનો કોઈ વિનાશ નથી. તે એક ધર્મના નથી, તે સર્વે છે, સર્વમાં છે, આદી સમયથી છે અને અનાદિ કાળ સુધી રહેશે.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.