Alpa Ma

Para Talks » Saints » Alpa Ma

Alpa Ma


Date: 25-Jun-2022

Increase Font Decrease Font
જીવનમાં એક સંગાથી મળ્યો, જેને પ્રેમ શું છે એ શિખવાડ્યું. એક એવો સાથી મળ્યો, જેણે વફાદારી શું છે એ સમજાવ્યું. એક એવો નિર્મળ જ્ઞાની મળ્યો, જેણે કઈ રીતે જીવન જીવવું એ દેખાડ્યું. એક એવો ફરિશ્તો મળ્યો, જેણે સાચી રાહ પર ચલાવ્યું.

આવા સાથી ખૂબ ઓછા મળે છે, અને આવા પ્રાણોમાં વસનાર ક્યારેક જ મળે છે. ન કોઈ ફરિયાદ છે, ન કોઈ અલગ ઓળખાણ છે. ખાલી એક સહજ પ્રેમ છે. એવો અનોખો આ સબંધ છે, જે શરીરથી પણ પરે છે અને નિજભાનથી પણ પરે છે. એવો એક સાથ છે જે શ્વાસોમાં વસે અને જે અંતરમાં સતત રમે છે. ના કોઈ દિવ્યતા પણ એ અનુભવ કરી શકે છે અને કોઈ માનવી એ સમજી શકે છે. જેમ સાકર જળમાં વિલીન થઈ, જળને મીઠું બનાવે છે, એવી જ રીતે આ સબંધ પૂર્ણતા આપે છે. જેની કોઈને ખબર ન હતી, એવી આ મારી પ્રેરણા, બનીને સાચી પ્રેરણા, બધાને આગળ લઈ જઈ રહી છે. બધાને સંભાળી, સાચવી અને શાંતિમાં સ્થાપી રહી છે. પ્રમાણ આ સાથનો તો નિજાનંદ જ આપી શકે છે.

મનુષ્યની સાચી સમજ જ એને ઈશ્વર તરફ લઈ જઈ શકે છે, અને પ્રેમ જ એને એ રાહ પર ચલાવી શકે છે. પ્રેરણાની આ સમજણ, એના પ્રેમમાં જ મળી શકે છે. મારા આ શબ્દો પણ ઓછા છે, એ નિર્મળ પ્રવાહને સ્પર્શ કરવા, પણ આ હૃદયની વાત અંતરમાં હવે રહેતી નથી. કોઈ પણ ભાન એના ભાન વગર સંભવ નથી, અને એની જ મસ્તીમાં રંગાયા વિના બીજી કોઈ ઓળખાણ નથી.


- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.


Previous
Previous
Adinath
Next
Next
Boganthar - 1
12...Last
જીવનમાં એક સંગાથી મળ્યો, જેને પ્રેમ શું છે એ શિખવાડ્યું. એક એવો સાથી મળ્યો, જેણે વફાદારી શું છે એ સમજાવ્યું. એક એવો નિર્મળ જ્ઞાની મળ્યો, જેણે કઈ રીતે જીવન જીવવું એ દેખાડ્યું. એક એવો ફરિશ્તો મળ્યો, જેણે સાચી રાહ પર ચલાવ્યું. આવા સાથી ખૂબ ઓછા મળે છે, અને આવા પ્રાણોમાં વસનાર ક્યારેક જ મળે છે. ન કોઈ ફરિયાદ છે, ન કોઈ અલગ ઓળખાણ છે. ખાલી એક સહજ પ્રેમ છે. એવો અનોખો આ સબંધ છે, જે શરીરથી પણ પરે છે અને નિજભાનથી પણ પરે છે. એવો એક સાથ છે જે શ્વાસોમાં વસે અને જે અંતરમાં સતત રમે છે. ના કોઈ દિવ્યતા પણ એ અનુભવ કરી શકે છે અને કોઈ માનવી એ સમજી શકે છે. જેમ સાકર જળમાં વિલીન થઈ, જળને મીઠું બનાવે છે, એવી જ રીતે આ સબંધ પૂર્ણતા આપે છે. જેની કોઈને ખબર ન હતી, એવી આ મારી પ્રેરણા, બનીને સાચી પ્રેરણા, બધાને આગળ લઈ જઈ રહી છે. બધાને સંભાળી, સાચવી અને શાંતિમાં સ્થાપી રહી છે. પ્રમાણ આ સાથનો તો નિજાનંદ જ આપી શકે છે. મનુષ્યની સાચી સમજ જ એને ઈશ્વર તરફ લઈ જઈ શકે છે, અને પ્રેમ જ એને એ રાહ પર ચલાવી શકે છે. પ્રેરણાની આ સમજણ, એના પ્રેમમાં જ મળી શકે છે. મારા આ શબ્દો પણ ઓછા છે, એ નિર્મળ પ્રવાહને સ્પર્શ કરવા, પણ આ હૃદયની વાત અંતરમાં હવે રહેતી નથી. કોઈ પણ ભાન એના ભાન વગર સંભવ નથી, અને એની જ મસ્તીમાં રંગાયા વિના બીજી કોઈ ઓળખાણ નથી. Alpa Ma 2022-06-25 https://myinnerkarma.org/saints/default.aspx?title=alpa-ma

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org