બોગંથરની શું વાતો કરવી. એ તો વાતોથી પરે છે. એમની અનુભૂતિ કલ્પનાની બાહર છે. એમની સિદ્ધિઓ જીવાત્માથી પણ આગળ છે. પ્રભુએ જીવાત્મા બનાવ્યા, સ્થૂળ આત્મા બનાવ્યા, પ્રાણી આત્મા બનાવ્યા, સૃષ્ટિ બનાવી અને કાર્યોની રચના સ્વયંસંચાલિત કરી. બોગંથરે જીવાત્માને પરમાત્મા બનાવ્યા, સ્થૂલને પણ મુક્તિ અપાવી, પ્રાણી આત્માને મોક્ષ અપાવ્યા, સૃષ્ટિમાં પણ નવી સૃષ્ટિ બનાવી, અને અનેક નવી સૃષ્ટિમાં પ્રભુની સૃષ્ટિ રચી. પ્રભુને વિશાળ બનાવ્યા અને કાર્યોના સ્વયંસંચાલનને અમરત્વ આપી. આવું કોઈક જ કરી શકે છે. આવું કોઈક જ પ્રભુની હરએક શક્તિને પ્રાપ્ત કરી શકે છે. બોગંથર ક્યાંય ગયા નથી. એ હરએક નવી રચનામાં શામિલ છે, એ હરએક પ્રેમમાં શામિલ છે અને હરએક પ્રાર્થનામાં શામિલ છે છતાં એમના દર્શન દુર્લભ છે. એમનો અનુભવ
મુશ્કિલ છે. એમની ઇચ્છા વગર એ થાતું નથી. એમની વિચારોની ઘારા વગર એ થાતું નથી. બોગંથરના જેને આશિષ મળે છે, તે મોક્ષ તો પામે છે પણ તે સર્જનહાર થાય છે, સૃષ્ટિનો રયયિતા થાય છે અને સર્વદા ધર્મનું પાલન અને ધર્મ સ્થાપિત કરે છે. બોગંથર મુક્તિનું સાધન નથી. બોગંથર જાગૃતિની અવસ્થા છે, પ્રેમની પરાકાષ્ઠા છે અને અંતિમ ચરણની પ્રાર્થના છે. બોગંથર ધૈર્યનું નિર્માણ છે. બોગંથર વિચારોનું મુક્તિ છે અને દિવ્યતાનું અભિલેખા છે. બોગંથર તારી અંદર વસે છે, બોગંથર ઇચ્છાઓમાં
રમે છે અને તારામાં સજે છે.
- પરા દ્વારા જાહેર કરાયેલા ઘણા સંતોની આંતરદૃષ્ટિ.